હું મરી નથી ગયો... કામ કરતો રહીશ:  અક્ષય કુમાર

  • August 02, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં' માટે ચર્ચામાં છે. અક્ષયની આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષયે તેની સતત ફ્લોપ થતી ફિલ્મો વિશે મોટી વાત કહી હતી.


અક્ષય કુમારની 'બડે મિયાં છોટે મિયાં', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'બચ્ચન પાંડે', 'રક્ષા બંધન' જેવી એક પછી એક ફિલ્મો ફ્લોપ રહી છે. તેની તાજેતરમાં રીલિઝ થયેલી 'સરફિરા' પણ નિષ્ફળ સાબિત થઈ હતી. ત્યારે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં જ્યારે તેને તેની ફ્લોપ ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હું મરી નથી ગયો... હું કામ કરતો રહીશ'.


અક્ષય કુમારે એક વાર્તા સંભળાવી


'ખેલ ખેલ મેં'માં અક્ષય કુમાર સાથે ઘણા સ્ટાર્સ જોવા મળશે. ટ્રેલર લૉન્ચના અવસર પર મીડિયાએ અક્ષયને ઘણા સવાલો પૂછ્યા. તેની સતત ફ્લોપ થતી ફિલ્મો અંગે પણ તેને સવાલ કરવામાં આવ્યા હતા. સુપરસ્ટારને પૂછવામાં આવ્યું કે  શું કારણ છે કે તમારી ફિલ્મો ચાલી નથી રહી? શું દર્શકોનો ટેસ્ટ બદલાઈ ગયો છે?


અક્ષય કુમારે આ વિશે એક વાર્તા સંભળાવી. બોલિવૂડ અભિનેતાએ કહ્યું કે એક ખેડૂત હતો. એક દિવસ તેની ગાય ખોવાઈ ગઈ. ગામલોકો તેની પાસે આવ્યા અને કહ્યું કે તમારી ગાય ખોવાઈ ગઈ છે, સાંભળીને ખૂબ દુ:ખ થયું. ખેડૂત કહે ઠીક છે. બીજા દિવસે તેની ગાય મળી આવે છે અને તેની સાથે વધુ ત્રણ-ચાર ગાયો આવે છે.


અક્ષય કુમારે વધુમાં જણાવ્યું કે તમામ ગામલોકો ખેડૂત પાસે આવે છે અને કહે છે કે તમને તો વધુ ચાર ગાયો મળી છે. ખેડૂત કહે છે ઠીક છે. થોડા મહિના પછી તેનો પુત્ર ગાય પર બેઠો હતો. તે નીચે પડી ગયો. તેનો પગ મચકોડાઇ ગયો. બધા ગામલોકો ખેડૂત પાસે આવ્યા ત્યારે પણ ખેડૂતે કહ્યું કે ઠીક છે.


જે થાય છે તે સારા માટે થાય છે


અક્ષય કુમારે વધુમાં કહ્યું કે, બીજા દિવસે ગામના રાજાએ એક નિયમ બનાવ્યો કે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ગામના તમામ બાળકોને લશ્કરી તાલીમ લેવી પડશે. પરંતુ ખેડૂત પુત્રના પગમાં ઈજા થઈ હોવાથી તે જઈ શક્યો ન હતો. ગામના તમામ લોકોએ ખેડૂતને કહ્યું કે બધાના બાળકો જઈ રહ્યા છે, તમારું બાળક જઈ શકે તેમ નથી, તો ખેડૂતે કહ્યું કે ઠીક છે. અક્ષયે વધુમાં કહ્યું કે તેથી હું કહેવા માંગુ છું કે જે થાય છે તે સારા માટે જ થાય છે.


અક્ષય કુમારે કહ્યું- હું મર્યો નથી, કામ કરતો રહીશ


તેણે આગળ કહ્યું મને નથી લાગતું. મને સોરી ફ્રેન્ડના દરરોજ મેસેજ આવે છે. પરંતુ ચિંતા ન કરો. અરે હું મર્યો નથી. એક પત્રકારે ત્યાં સુધી લખ્યું કે ‘ ચિંતા ન કરો, તમે કમબેક કરશો’. મેં તેને ફોન કરીને પૂછ્યું, "ભાઈ, તમે આવુ કેમ લખો છો?" હું ક્યાંય ગયો નથી. હું અહીં જ છું. કામ કરતો રહીશ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News